Multibagger Stock: ફક્ત છ મહિનામાં 160 ટકા સુધી વધ્યો આ ફાર્મા કંપનીનો શેર, શેરધારકોને થયો આટલો ફાયદો
Multibagger Share: ફાર્મા કંપની સિગાચી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર શનિવારે યોજાયેલા ખાસ ટ્રેડિંગ સેશનમાં 14.30 ટકાના વધારા સાથે 81.55 રૂપિયા પર બંધ રહ્યો હતો. શનિવારે કંપનીના શેર 50 વીક હાઇના સ્તર પર પહોંચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા એક વર્ષમાં સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 30.15 પોઈન્ટ એટલે કે 58.66 ટકાનો વધારો જોવા મળ્યો છે.
છ મહિનાના સમયગાળામાં શેર્સમાં મલ્ટિબેગર રિટર્ન જોવા મળ્યું છે એટલે કે 164.94 ટકાનો વધારો થયો છે. એક વર્ષમાં શેરમાં 48.33 પોઈન્ટ એટલે કે 145.48 ટકાનો વધારો થયો છે.
કંપનીએ તાજેતરમાં ડિસેમ્બર ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં રૂ. 42.14 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
આવી સ્થિતિમાં આ ફાર્મા કંપનીનો નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 16.40 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે આ સમય સુધીમાં કંપનીનો કુલ નફો 36.22 કરોડ રૂપિયા હતો.કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 28.4 ટકા વધીને 294.83 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના ઉત્તમ ત્રિમાસિક પરિણામોની અસર તેના શેર પર દેખાઈ રહી છે.
અહીં આપેલી જાણકારી માત્ર સૂચના માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે માર્કેટમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP asmita ક્યારેય કોઈને પણ રૂપિયાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.