Photos: એરપોર્ટ કરતાં હવે ભારતના રેલવે સ્ટેશનો વધુ લક્ઝુરિયસ લાગશે, આવનારા કેટલાક વર્ષોમાં આવી હશે તસવીર
દેશના મુખ્ય રેલ્વે સ્ટેશનોને નવજીવન આપવા જઈ રહ્યા છે. હવે આ રેલવે સ્ટેશન એરપોર્ટ જેવા આલીશાન દેખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે સીએસએમટીની હેરિટેજ ઈમારતને સ્પર્શ કરવામાં આવશે નહીં, પરંતુ તેની આસપાસની ઈમારતોનો પુનઃવિકાસ કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર તેની સાથે સંબંધિત તસવીરો શેર કરી છે. તેમણે નવી દિલ્હી, અમદાવાદ અને CSMT મુંબઈ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટેની મંજૂરી માટે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો.
નવી દિલ્હી, અમદાવાદ અને CSMT, મુંબઈનો લગભગ 2 વર્ષથી 3.5 વર્ષમાં પુનઃવિકાસ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
આ સ્ટેશનોના વિકાસથી 35,744 નવી રોજગારીની તકો ઉભી થશે. આ સાથે, રોકાણ અને અન્ય વ્યવસાયની તકો દ્વારા સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં આવશે.
પ્રથમ તબક્કામાં, દરરોજ 50 લાખની તાકાત સાથે 199 સ્ટેશનોને પુનર્વિકાસ કરવાની યોજના છે. 47 સ્ટેશનો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, 32 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે, સાડા ત્રણ વર્ષમાં નવી દિલ્હી સ્ટેશનનો પુનઃવિકાસ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
રેલવે મંત્રીએ ટ્વિટર પર કેટલીક ડિઝાઇન શેર કરી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રિટેલ, કાફેટેરિયા અને મનોરંજન સુવિધાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં મુસાફરોની તમામ સુવિધાઓને ધ્યાનમાં લેવામાં આવશે. હવે જો તમારી ટ્રેન આવવામાં સમય લાગે છે અથવા તમે સ્ટેશન પર વહેલા પહોંચી ગયા છો, તો તમારા માટે અહીં સમય પસાર કરવો આરામદાયક રહેશે.
આ અંતર્ગત આ સ્ટેશનો પર રૂફ પ્લાઝા બનાવવામાં આવશે. અહીં ફૂડ કોર્ટ અને નાના બાળકો માટે રમવાનો વિસ્તાર પણ છે. તેમજ સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
આ પગલું રેલ પરિવહન સેવાઓ સુધારવા માટે લેવામાં આવ્યું છે. રેલ્વેના વિકાસ માટે વ્યવસ્થિત રીતે દરેક સુવિધા મુસાફરોને સુલભ બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.