બિઝનેસ શરૂ કરવા માટે નથી પૈસા, આ યોજના હેઠળ સરકાર આપશે 20 લાખ રૂપિયા
PM Mudra Yojana: જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અને તમારી પાસે તેના માટે પૈસા નથી. તો ભારત સરકારની આ યોજના તમને મદદ કરશે. 20 લાખ સુધીની લોન મળશે. અરજી પ્રક્રિયા જાણો. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ લાવે છે. સરકારની અલગ-અલગ લોકોની જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ યોજનાઓ છે. ભારત સરકાર પોતાની અનેક યોજનાઓ દ્વારા લોકોને આર્થિક લાભો આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અથવા તમારા વ્યવસાયને વિસ્તારવા માંગો છો. પણ તમારી પાસે પૈસા નથી તો ભારત સરકાર તેમાં પણ તમને મદદ કરે છે. ભારત સરકારે આ માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર નોન-એગ્રીકલ્ચરલ, નોન-કોર્પોરેટ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપતા લોકોને લોન આપે છે. આ લોન સરકાર દ્વારા ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં શિશુ, કિશોર અને તરુણ કેટેગરીનો સમાવેશ થાય છે.
શિશુ કેટેગરીમાં 50,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. કિશોર કેટેગરીમાં 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. તો તરુણ કેટેગરીમાં 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પરંતુ હવે તેમાં તરુણ પ્લસ કેટેગરીનો ઉમેરો થયો છે. જેમાં 20 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.
પરંતુ તરુણ પ્લસ કેટેગરીમાં એવા લોકોને જ લોન મળે છે જેમણે મુદ્રા યોજના હેઠળ શિશુ કિશોર તરુણ કેટેગરીમાં લોન લીધી હોય અને તેની સમયસર ચુકવણી કરી હોય. તરુણ પ્લસ કેટેગરીમાં જે લોકો પહેલા લોન લે છે અને તેને ચૂકવે છે તે જ લોન લઈ શકે છે.
જો તમને પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લોન જોઈતી હોય તો તમે સત્તાવાર વેબસાઇટ www.udyamimitra.in પર જઈને તેના માટે ઑનલાઇન અરજી કરી શકો છો. આ ઉપરાંત તમે તમારી નજીકની બેંક, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NFBC) અથવા માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ (FMI) શાખાની મુલાકાત લઈને ઑફલાઇન અરજી કરી શકો છો.પ્રધાનમંત્રી મુદ્રા યોજના એટલે કે PMMY હેઠળ દેશના 47 લાખથી વધુ નાના અને નવા ઉદ્યોગ સાહસિકોને અત્યાર સુધીમાં લોન આપવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 27.75 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.