Post Officeમાં રોકાણ કરવા પર દર મહિને થશે કમાણી, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
આજના સમયમાં રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં તમારા પૈસા સુરક્ષિત છે, તેની સાથે તમને સારું વળતર પણ મળે છે. જો તમે પણ કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો જાણો તમારા માટે શું યોગ્ય રહેશે.આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેના દ્વારા તમે દર મહિને કમાણી કરશો. આ સ્કીમમાં તમે દર વર્ષે 29700 રૂપિયા કમાઈ શકો છો. આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Post Office Monthly Income Scheme) છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેના દ્વારા તમે દર મહિને કમાણી કરશો. આ સ્કીમમાં તમે દર વર્ષે 29700 રૂપિયા કમાઈ શકો છો. આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Post Office Monthly Income Scheme) છે.
તમારે આ સ્કીમમાં એકસાથે પૈસા જમા કરવાના રહેશે એટલે કે તમારે એકાઉન્ટમાં માત્ર એક જ વાર રોકાણ કરવું પડશે. જેના પછી તમે દર મહિને કમાણી કરી શકો છો.
નોંધનીય છે કે પોસ્ટ ઓફિસની કોઈપણ યોજના પર બજારની વધઘટની કોઈ અસર નથી. તમારે 1000 ના ગુણાંકમાં નાણાંનું રોકાણ કરવું પડશે. તેની પાકતી મુદત 5 વર્ષની છે.
હાલમાં પોસ્ટ ઓફિસના MIS પર 6.6% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. જો તમે આમાં એકસાથે 4.5 લાખ જમા કરાવો છો, તો પાકતી મુદત પછી તમને આગામી 5 વર્ષ માટે 29,700 રૂપિયાની વાર્ષિક આવક થશે. એટલે કે તમને દર મહિને 2475 રૂપિયા મળશે.
આ યોજનાનો લાભ લેવા માટે તમારે ID પ્રૂફ તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ આપવું પડશે. આ સાથે તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ આપવા પડશે. આ સિવાય સરકાર દ્વારા જાહેર કરાયેલ આઈડી કાર્ડ અથવા યુટિલિટી બિલ એડ્રેસ પ્રૂફ માટે માન્ય રહેશે.