Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
2015માં તેનું નામ બદલીને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના કરવામાં આવ્યું. તો વળી 2016માં તેને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના નામે ફરીથી શરૂ કરવામાં આવી. ભારત સરકારની યોજના હેઠળ દર્દીને ખૂબ જ ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ થાય છે. જેનેરિક દવાઓ ખાનગી મેડિકલ પર મળતી દવાઓ કરતાં કેટલી સસ્તી હોય છે. અને કેવી રીતે તમારી આસપાસના જન ઔષધિ કેન્દ્ર વિશે જાણી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને ખૂબ જ ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી. આ હેઠળ કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર જઈને જેનેરિક દવાઓ ખરીદી શકે છે. આ કેન્દ્રો પર તમને 1759 પ્રકારની દવાઓ સાથે 280 સર્જિકલ ઉપકરણો મળી જશે.
જો તમે તેમની કિંમત વિશે વાત કરો તો આ દવાઓ તમને બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50% થી પણ ઓછી કિંમતે મળશે. આ કેન્દ્રો પર તમને એન્ટી એલર્જી, એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર, એનાલ્જેસિક એન્ટિપાયરેટિક્સ અને વિટામિન્સ, મિનરલ્સ તેમજ અનેક પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ્સ પણ મળી જશે. આ ઉપરાંત આ કેન્દ્રો પર મહિલાઓ માટે સેનેટરી નેપકિન પણ ઉપલબ્ધ હોય છે.
જો તમારે સસ્તી દવા ખરીદવી છે, પરંતુ તમને ખબર નથી કે તમારા શહેરમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ક્યાં છે, તો તમે તે ઓનલાઈન શોધી શકો છો. આ માટે તમારે સૌ પ્રથમ જન ઔષધિ કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ https://janaushadhi.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ તમારે અહીં PMBJP સેક્શન પર જવું પડશે.
પછી તમારે દેખાતા વિકલ્પોમાંથી 'લોકેટ કેન્દ્ર' પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારી સામે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. પછી તમારે અહીં તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારા જિલ્લામાં ઉપલબ્ધ તમામ જન ઔષધિ કેન્દ્રોની યાદી તમારી સામે ખુલી જશે.