Personal Loan Tips: પર્સનલ લૉન લેતી વખતે આ ટિપ્સને કરો ફૉલો, પછીથી નહીં થાય પસ્તાવો
Personal Loan: ઘણીવાર જીવનમાં એવી સ્થિતિ આવી જાય છે, જ્યારે આપણને અચાનક પૈસાની જરૂર પડે છે, આવામાં લોકો બેન્ક પાસે પર્સનલ લૉન લેવાનુ પસંદ કરે છે. પરંતુ તમામ પર્સનલ લૉન લેતા પહેલા કેટલી વાતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ, જેથી પાછળથી પસ્તાવો ના રહે. જાણો આ કઇ વાતો છે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPersonal Loan Tips: પર્સનલ લૉન લેવા માટે તમારે કોઇપણ પ્રકારની પ્રૉપર્ટી કે સોના વગેરે જેવી વસ્તુઓને ગિરવે નથી મુકવી પડતી. જોકે પર્સનલ લૉન બાકી લૉન સરખામણીમાં ખુબ જ મોંઘી પડે છે. (PC: Freepik)
આવામાં આ પર્સનલ લૉન લેતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો, કેટલીક વાતો એવી છે જેના પર દરેક લૉન લેનારે ચર્ચા કરવી જરૂરી છે. (PC: Freepik)
પર્સનલ લૉન માત્ર એટલી જ લેવી જોઇએ, જેટલી તમે ચૂકવી શકો છો, પર્સનલ લૉનની રકમ એપ્રૂવ કરાવતા પહેલા તેની ઇએમઆઇનો બરાબર અભ્યાસ કરી લેવો જરૂરી છે. (PC: Freepik)
પર્સનલ લૉન બહુજ મોંઘી હોય છે, સામાન્ય રીતે બેન્ક પર્સનલ લૉન પર 15 થી 20 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે, આવામાં તમે આ લૉન બહુજ લાંબા સમય માટે ના લો. (PC: Freepik)
કોઇપણ બેન્કમાં પર્સનલ લૉન એપ્રૂવ કરાવતા પહેલા તમામ બેન્કોના વ્યાજદરોને જરૂર કમ્પેર કરી લો, જ્યાં વ્યાજદર ઓછો હોય ત્યાંથી લૉન લો. (PC: Freepik)
ધ્યાન રાખો કે તમારો ક્રેડિટ સ્કૉર સારો હોવો જોઇએ. જો તમારો ક્રેડિટ સ્કૉર સારો નહીં હોય તો બેન્ક તમારી પાસેથી વધુ વ્યાજ વસૂલશે. (PC: Freepik)