Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
GST Registration: આ રીતે નાના બિઝનેસ માટે કરાવો જીએસટી રજીસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રક્રિયા
GST રજીસ્ટ્રેશન માટેની અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. જો તમે GST રજીસ્ટ્રેશન ઑફલાઇન કરાવવા માગો છો, તો તેના માટે તમારે તમારા વિસ્તારના GST ઑફિસર પાસે જવું પડશે અને આપેલી પ્રક્રિયાને અનુસરવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે આ માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા GSTની સત્તાવાર વેબસાઈટ www.gst.gov.in પર જવું પડશે.
આ પછી તમારે REG-01 ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ બે ભાગમાં છે. પહેલો અને બીજો ભાગ ભર્યા પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
ફોર્મ ભર્યા પછી, તમને તમારી માહિતી તપાસવાની વધુ એક તક આપવામાં આવશે. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
જેમાં વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિનું પાન કાર્ડ, આ સિવાય CIN નંબર અથવા કંપની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા લાયસન્સ નંબર અપલોડ કરવાનો રહેશે.
આ સાથે, વ્યવસાયનું એડ્રેસ પ્રૂફ, પોતાનું અને જો કોઈ બિઝનેસ પાર્ટનર હોય, તો તેના/તેણીના આઈડી પ્રૂફ અને સહી પણ અપલોડ કરવાની રહેશે.