Vibrant Gujarat 2024: મુખ્યમંત્રીએ ભુપેન્દ્ર પટેલે મુંબઈમાં અંબાણી સહિત આ ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત, જુઓ તસવીરો
મુંબઈ ખાતે રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે મુખ્યમંત્રીએ વન-ટુ-વન બેઠક કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં તેમની સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ઔદ્યોગિક મૂડીરોકાણ અંગે તેમજ ગુજરાતમાં ફ્યુચર-રેડી મેગા પ્રોજેક્ટ્સમાં સહભાગિતાનું ફલક વ્યાપક બનાવવા અંગે ફળદાયી ચર્ચા કરી.
મુંબઈ ખાતે ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેનશ્રી એન. ચંદ્રશેખરન સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી. ટાટા ગ્રુપ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જીમાં ભારે મૂડીરોકાણ માટે ઉત્સુક છે ત્યારે તેમની સાથે રાજ્યની ઈવી પોલિસી, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ટેક્નોલોજી આધારિત વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોટક બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દિપક ગુપ્તા સાથે મુંબઈ ખાતે બેઠક કરી. તેમની સાથે ગુજરાતમાં ડિજિટલ બેંકિંગના અવસરો તેમજ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી હેઠળ કંપની દ્વારા હાથ ધરાયેલ વિવિધ પહેલ અંગે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત આદિત્ય બિરલા ગ્રુપના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ સુનિલ બજાજ સાથે બેઠક કરી. તેમની સાથે ધોલેરા ખાતે ઉપલબ્ધ ગ્રીનફિલ્ડ ઈન્વેસ્ટમેન્ટના અવસરો, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ મેગા ઈન્ડસ્ટ્રીઝને મળતા પ્રોત્સાહનો તેમજ ગુજરાતમાં પ્રધાનમંત્રી મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઈલ રિજિયન અને એપરલ પાર્કના વિકાસ અંગે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી, બેંક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતે, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી કૃષિ-ઇનપુટ કંપનીઓમાંની એક યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફ સાથે મુંબઈ ખાતે મુલાકાત કરી. (તમામ તસવીર સૌજન્યઃ @Bhupendrapbjp)