આ છે વિશ્વનું સૌથી મોંઘું ફળ, કિંમત એટલી કે એક લક્ઝુરીયસ કાર આવી જાય
આ એક પ્રકારની તરબૂચની જાત છે, જે જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ જાપાની તરબૂચની કિંમત એક-બે નહીં પરંતુ 10 લાખ રૂપિયા સુધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફળ સામાન્ય ખેતી દ્વારા નહીં પરંતુ ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે. આટલું મોંઘું હોવા છતાં પણ તે જાપાનના ધનિક વર્ગના લોકોમાં પ્રખ્યાત છે. તેને ઉગાડતી વખતે, ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું, ઉચ્ચ સ્તરની મીઠાશ, તેનો આકાર, કદ બધું જ સુનિશ્ચિત કરવામાં આવે છે.
આ ફળને પાકવામાં લગભગ 100 દિવસ લાગે છે. તે ફળની દુકાનોમાં જોવા મળતું નથી. તે જાપાનના યુબારી ભાગમાં ઉગાડવામાં આવે છે. આ તરબૂચ અંદરથી નારંગી રંગનો છે, તે ખાવામાં મીઠું છે.
2019ની હરાજીમાં આ તરબૂચ 5 મિલિયન યેન એટલે કે 33,00,0000 રૂપિયામાં વેચાયું હતું. આ તરબૂચ ઠંડીની મોસમમાં ઉગાડવામાં આવે છે. તેને સૂર્યથી બચાવવા માટે ખાસ કેપ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ વર્ષે હરાજીમાં 466 તરબૂચ વેચાયા હતા. આ તરબૂચ બેબી ફૂડ ઉત્પાદક કંપની હોકાઈડો પ્રોડક્ટ્સ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. આ તરબૂચ લકી ડ્રોમાં વિજેતા બાળકોને આપવામાં આવશે.