GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર અને માણસામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, જુઓ Photos
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ દળના આધુનિકીકરણ અને સશક્તિકરણને પ્રાથમિકતા આપતા ગાંધીનગરમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહ દ્વારા જનતાની સુવિધા માટે e-FIR પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ સાથે 10,000 બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને Anti-Human Trafficking Unit ના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા.
અમિત શાહે માણસામાં PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈઘરનુ ઉદ્ઘાટન કર્યું.
આ મધ્યાહન ભોજન રસોઈઘરથી માણસા સહિત આસપાસના વિસ્તારોની સરકારી સ્કૂલોના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મદદ મળશે.
અમિત શાહે તેમના વતન માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું નવનિર્મિત ભવન જનતાને અર્પણ કર્યુ. તેમણે કહ્યું, “ મને વિશ્વાસ છે કે વિસ્તારના તમામ નાગરિકો વિશેષ કરીને યુવાનો અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરી વિસ્તાર અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે.”
અમિત શાહે માણસામાં નગરપાલિકાની વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.