Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat : મોદીના પ્રવાસ પહેલા આંદોલન સમટેવા સરકાર સક્રીય, ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓને અટકાય, પોલીસ પાસે વાહનો ખૂટી પડ્યા
પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ગાંધીનગરમાં ચાલતા આંદોલનો સમેટવા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. ત્રણથી વધુ આંદોલનોના સમાધાનબાદ સત્યાગ્રહ છાવણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર ખાતે પરમીશન ન હોવા છતા આરોગ્ય કર્મીઓ એકઠા થયા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરવામાં આવી છે.
આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહની અટકાયત કરાઈ. પોલીસ પાસે ડિટેઈન કરવા વાહન ખુટયા.
પંચાયત આરોગ્ય કર્મચારીઓને ડિટેઇન કરાયા. આરોગ્ય કમિશ્નર કચેરી આગળ એકઠા થયેલા કર્મીઓની અટકાયત . કોઈ પણ પ્રકારના ધરણા કે રેલીની નથી અપાઈ પરવાનગી. પરવાનગી નહિ હોવા છતાં એકઠા થયા હતા આરોગ્ય કર્મચારીઓ .
પડતર પ્રશ્નોનું હજુ નિરાકરણ નહિ આવ્યું હોવાનો રોષ વ્યક્ત કરી આરોગ્ય કર્મીઓ ચલાવી રહ્યા હતા ગાંધીનગર માં આંદોલન.
ગઈકાલે જ પંચાયત આરોગ્ય કર્મીઓની કેટલીક માંગો સ્વીકારી હોવાની રાજ્ય સરકારે કરી હતી સ્પષ્ટતા. આંદોલન સમેટી ફરી આરોગ્ય સેવામાં લાગી જવા રાજય સરકારે કરી હતી અપીલ.
સમાધાન નહિ સાધતા આજે પણ પંચાયત આરોગ્ય કર્મચારીઓ એકઠા થયા હતા ગાંધીનગરમાં.
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી. આંદોલન કારી કર્મચારીઓને ધરણા કે રેલીમાં માટે એકત્ર થવુ નહી.
કોઈ કર્મચારી ધરણા કે રેલી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીયએસપી-ગાંઘીનગર એમ.કે રાણાએ જણાવ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે.
. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા સરકાર પગલાંઓ લેશે. આંદોલન કરતા કર્મચારી ઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરાશે.
૮ ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે સરકારે આંદોલન સમેટી લેવા રજુઆત કરાય હતી.
આંદોલનકારીઓની અટકાયત.