Har Ghar Tiranga : PM મોદીના માતા હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો તિરંગો
દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. દરેક લોકો પોતાના ઘર, ઓફિસ પર તિરંગો ફરકાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનાં માતા હિરાબાએ પણ ગાંધીનગર સ્થિત પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App100 વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી હતી. હિરાબાએ બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાએ ગાંધીનગરમાં આવેલ તેમના ઘરમાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો.
દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે તેના ભાગરુપે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં હીરાબા પણ સામેલ થયા છે.
હિરાબાએ પોતાના ઘરે સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. નાના બાળકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ખુશ જોવા મળ્યા હતા.