ગાંધીનગરમાં ઉજવાયો ‘મિલેટ મહોત્સવ’, ભોજનમાં આ ધાન્ય સામેલ કરવાથી બીમારીનું જોખમ ઘટશે
મિલેટ્સ એટલે કે જાડા અનાજ-ધાન્યની ખેતી ભારતમાં સદીઓથી થાય છે. સિંધુ ખીણ સભ્યતા-ઇન્ડસ વેલીમાં મિલેટ્સની ખેતી અને તેના આહાર અંગેના પૂરાવા મળેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.
ગુજરાતમાં મિલેટ્સનો ઉપયોગ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત આ મિલેટ મહોત્સવમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ તેમજ ૩૩ જિલ્લામાંથી આવેલા કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આ ખેડૂતોનું સન્માન કર્યુ હતું. આ અવસરે કચ્છના લોક કલાકારોએ વિસરાતા જતા વાદ્યો મોરચંગ, રાવણ હથ્થો, કની, જોડીયા પાવા વગેરેની મોહક સંગીત સુરાવલી પ્રસ્તુત કરી હતી .
ખેડૂતોને મિલેટ્સની ખેતી માટે તાલીમ આપવા જિલ્લા કક્ષાએ ૨૪ વર્કશોપ અને તાલુકા સ્તરે ૨૫૨ સેમિનાર યોજાશે તથા નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાનો સેમિનાર યોજાશે.
ખેડૂતોને ૫૧૫૦ ક્વિન્ટલ જેટલી જુવાર, બાજરી અને રાગીના પ્રમાણીત બીજનું વિતરણ થશે. આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાના ૨૧૦ સ્થાનોએ ખેડૂતોને ક્રોપિંગ સિસ્ટમ બેઝ્ડ તાલીમ અપાશે. (તમામ તસવીર સૌજન્યઃ @CMOGuj)