Gandhinagar: મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોને પીરસ્યું ભોજન, જુઓ તસવીરો
શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં માત્ર 5 રૂપિયામાં શાક, રોટલી, કઠોળ, ભાત, અથાણું અને ગોળ તેમજ અઠવાડિયામાં એક વાત સુખડી પીરસવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રમિક અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોને ભોજન પીરસ્યું
રાજ્યમાં જુદા જુદા 22 કાડિયાનાકાઓ પર શ્રમિકોને પૌષ્ટિક ભોજન માટે કાઉન્ટર શરૂ કરાયા છે.
ગાંધીનગર ખાતેના ઘ 2 કડિયાનાકા પાસે પહોંચ્યા હતા બ્રિજેશ મેરજા.
આગામી સમયમાં રાજ્યનાં 30 જિલ્લાઓમાં 140 જેટલી જગ્યાઓ પર પૌષ્ટિક ભોજન માટેના તબક્કાવાર કાઉન્ટર શરૂ કરાશે
રાજ્યમાં હાલ 22 કાઉન્ટરનાં માધ્યમથી અંદાજે 3 હજાર શ્રમિકો આ યોજના અતંર્ગત પૌષ્ટિક ભોજન મેળવી રહ્યા છે.
બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોને 5 રૂપિયાના ટોકન એમાઉન્ટ પર પૌષ્ટિક ભોજન મળે તેવો સરકારનો ઉદ્દેશ છે.
બ્રિજેશ મેરજાએ શ્રમિકોને ભોજન પીરસીને ફૂડની ગુણવત્તા ચેક કરી હતી.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું કાઉન્ટર.