Ahmedabad: થર્ટી ફર્સ્ટ પહેલા ટેન્કરમાંથી લાખો રુપિયાનો દારુ ઝડપાયો, સ્ટેટ મોનીટરિંગ સેલનો સપાટો, જુઓ તસવીરો
અમદાવાદ: એક તરફ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થા સહિતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ એક્ઝિટ ટોલ નાકા પાસે રાજકોટ તરફ દારૂનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.
જેના આધારે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં આવતા આ સ્થળ પર તપાસ કરતા ટેન્કર મળી આવ્યું હતું. પેટ્રોલના ટેન્કરમાં દારૂ રાજકોટ તરફ મોકલવામાં આવી રહ્યો હતો.
જેમાં 41,78,800 કિંમતની 11,268 દારૂની બોટલ સહિત કુલ 66,85,750 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપી ભૂપતલાલ હેમારામ મેઘવાલ કે જે રાજસ્થાનના બલોતરા વિસ્તારનો છે, તેની ધરપકડ કરીને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
દારૂનો જથ્થો રાજસ્થાનના ગંગાનગર તરફથી રાજકોટ મોકલવામાં આવી રહ્યો હતો. બે દિવસ પહેલા અમદાવાદ પીસીબીની ટીમે પણ અમદાવાદના બાવળામાંથી એસીડ ભરવાના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી.
જે પણ રાજસ્થાનના ઉદયપુર તરફથી આવી રહ્યું હતું. આગામી દિવસોમાં 31 ડિસેમ્બરની ઉજવણી થનાર છે, જેને ધ્યાને રાખી પોલીસ સક્રિય બની છે અને દારૂની હેરફેર રોકવા માટે કામે લાગી છે.
દારુનો જથ્થો રાજકોટ પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો છે.
થર્ટી ફર્સ્ટ પહેલા ટેન્કરમાંથી લાખો રુપિયાનો દારુ ઝડપાયો છે.