Pramukh Swami Maharaj: બ્રિટન અને કેનેડાની સંસદમાં થયું છે પ્રમુખ સ્વામીનું સન્માન, UNમાં કર્યું હતું સંબોધન
Pramukh Swami Maharaj: બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષર નિવાસી વિશ્વ વંદનિય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાત ડિસેમ્બરના રોજ જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. (ફોટોઃ BAPS)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રમુખ સ્વામીનુ નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આમાં દિલ્હીમાં વિશ્નનું સૌથી મોટું હિન્દુ મંદિર અક્ષરધામ અને પાંચ મહાદ્વિપોમાં 1971 થી 2007 સુધી 713 મંદિરો બનાવવાનો રેકોર્ડ સામેલ છે. (ફોટોઃ BAPS)
29 ઓગસ્ટ 2000ના રોજ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘મિલેનિયમ વર્લ્ડ પીસ સમીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિશ્વના ધાર્મિક આગેવાનો, ચિંતકો અને સંતો સામેલ થયા. વૈશ્વિક કક્ષના આ કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજે ધર્મસંદેશ આપ્યો હતો. (ફોટોઃ BAPS)
લંડનમાં ભવ્ય મંદિરના નિર્માણ બાદ પ્રમુખ સ્વામી મહારાજને એક વિશેષ આવકાર મળ્યો. વર્ષ 1997માં લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસ ખાતે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે પ્રમુખ સ્વામી મહારાજને સત્કાર્યા હતા. (ફોટોઃ BAPS)
પ્રમુખ સ્વામી મહારાજે 20 ઓગસ્ટ 1995ના રોજ લંડનમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. વર્ષ 1996માં આ જ મંદિરને ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સ’માં બહુમાન મળ્યું હતું. (ફોટોઃ BAPS)
બ્રિટનની સંસદની 1989માં કેનેડાની સંસદમાં પણ પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ મળ્યું હતું અને કેનેડાના સાંસદો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. (ફોટોઃ BAPS)
1989માં બ્રિટનની પાર્લમેન્ટમાં પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું. (ફોટોઃ BAPS)
વર્ષ 1984માં પ્રમુખસ્વામી મહારાજ વેટિકનની યાત્રાએ ગયા હતા, જ્યાં કેથલિક ખ્રિસ્તી ધર્મવડા પોપ જોન પોલ-બીજા સાથે મુલાકાત કરી હતી. (ફોટોઃ BAPS)