Mangarol PHOTO: ઘેડ પંથકમાં જળબંબાકાર,ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ ડ્રોન નજારો
Mangarol PHOTO: જુનાગઢ માંગરોળનાં ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે અને અનેક ગામોમાં પાણી ભરાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરવાસમાં ભારે વરસાદ તેમજ નદીઓના ધસમસતા પાણીને કારણે ઓઝત નદીનાં પાળાઓ તુટતા માંગરોળનાં ઘેડ પંથકમાં ઓઝત નદીનાં ધસમસતા પાણીના પ્રવાહમાં ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યાં છે.
માંગરોળ તાલુકાના ફુલરામા ઘેડ ગામે પાણીનો પ્રવાહ સ્કુલમાં ફરી વળ્યો છે.
જ્યારે હજુ પણ ઓઝત નદીનાં ધસમસતા પુરના પાણી માંગરોળ ઘેડ પંથકમાં આગળ વધશે તેવો અંદાજ છે.
માંગરોળ પંથકના ફુલરામા ગામ,બગસરા ઘેડ,ઓસા ,લાગડ ભાથરોટ, હંટરપુર,સામરડા સહીતના અનેક ગામોના ખેતરો બેટમા ફેરવાયા છે.
જ્યારે આવનારા દિવસોમાં વધુ વરસાદ થાય તો જનજીવન પર પણ અસર પડી શકે છે.
લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચી જતા રહીશો મુશ્કલીમાં મુકાયા છે.
અહીં રહેવાસીઓને અવર જવરમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા ઘરની બહાર નિકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે.