રોહિણી નક્ષત્રમાં આ તારીખ સુધીમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
આગામી 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ ની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરળમાં બેસેલ ચોમાસુ આગામી 3 દિવસોમાં આગળ વધશે અને 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ મોન્સુન એકટીવિટી શરૂઆત થશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરુઆત થશે.
ગુજરાતમાં 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગોમાં ચોમાસુ પોહચવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
રાજ્યમાં 7 થી 15 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ તેજગતીના પવન અને વીજળીના કડાકા સાથે રહેવાની વાત અંબાલાલ પટેલે કરી છે.
આગામી 8 જુને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર માં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા સાથે 18 થી 20 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્ર માં ભારે વરસાદ પડવાની શક્યતા છે.