Arvind Kejriwal PHOTO: હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા કેજરીવાલ, જુઓ તસવીરો
Arvind Kejriwal PHOTO: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ વલસાડથી સુરત પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કડોદરા ખાતે જાહેરસભા સંબોધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ તેઓ કડોદરામાં હનુમાનજીના મંદિરે દર્શને પહોંચ્યા હતા.
અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને ગોપાલ ઈટાલિયા પણ હતા.
કડોદરા ખાતે ભગવાન હનુમાનજીના દર્શન કરી દેશને નંબર વન બનાવવાની કેજરીવાલે પ્રાર્થના કરી હતી.
અરવિંદ કેજરીવાલે ધરમપુર અને કડોદરામાં સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે,જેટલા કામ ભગવંત માને 7 મહિનામાં કર્યા, એટલા કામ ભાજપે 27 વર્ષમાં નહીં કર્યા હોય.
ગુજરાતીમાં કેમ છો કહી સભાની સંબોધન ચાલુ કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે, દાહોદમાં 1 લાખ લોકો સભામાં એકત્ર થયા હતા, તમામ લોકો બદલાવ ઈચ્છે છે.
ભગવંત માને કહ્યું કે, તમે જયારે વૉટ આપવા જશો, ત્યારે એક વાત યાદ રાખજો કે ત્યાં જે બટન હશે એ- ઝાડુ, કમળ કે પંજાનું નહીં પરંતુ એ તમારા બાળકોના ભવિષ્ય માટેનું બટન હશે.