Baba Dhirendra Shastri PHOTO: જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપવા માંગરોળ પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

Baba Dhirendra Shastri PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે. આ દરમિયાન તેમણે આજે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ જાણીતી કથાકાર જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપવા સોમનાથથી માંગરોળ પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ માંગરોળ પહોંચ્યા હતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

અહીં તેમનું ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા મોટી સંખ્યાનાં લોકો એકઠા થયા હતા.
માંગરોળમાં યોજાયેલી જીગ્નેશ દાદાની કથામાં બાબા બાગેશ્વરે હાજરી આપી હતી અને ભક્તોને મળ્યા હતા.
બાબા બાગેશ્વરના ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથમાં કહ્યું કે, અમે સંકલ્પ કર્યો છે કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર કથા કરીશું અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરીશું.
હિન્દૂ રાષ્ટ્રને લઈને પણ બાબા બાગેશ્વર બોલ્યા, ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવીશું.
માંગરોળમાં કથામાં હાજરી આપ્યા બાદ રાજકોટ ખાતે રવાના થયા હતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી