Junagadh Rain: બાલાગામ અને ઓસા ગામ બેટમાં ફેરવાયા,પાણીમાં લાપતા થયેલા યુવાનને શોધવા કલાકોથી ચાલું રહ્યું છે રેસ્ક્યુ
Junagadh Rain: જુનાગઢ જિલ્લામાં ચોમાસાનો પ્રથમ વરસાદ જાણે મેઘ કહેર બનીને ત્રાટકીઓ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.જિલ્લાના ઘેડ પંથકમાં ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘેડ પંથકના ઓસા ગામ અને બાલાગામમાં કુદરતી આફતને લઈ ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા છે.
ઓસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ખેતરો જાણે તળાવ બની ગયા હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવી પડશે.
તો ઓસા ગામ ગઈકાલ બપોરથી ચર્ચાનું વિષય બન્યું છે અહીં ગુમ થયેલા બે યુવાનોના કારણે. જેમાં એક યુવાનની ગઈકાલ સાંજે શોધ ખોળ કરાઈ હતી પરંતુ હજુ સુધી એક યુવાન લાપતા છે.
એનડીઆરએફ દ્વારા તેમની શોધખોળ કરવામાં હાલ આવી રહી છે.
બીજી તરફ ઘેડપંથકના બાલાગામમાં પણ મેઘમહેર જાણે મેઘ કહેર બની ત્રાટકી તેવું જોવા મળ્યું હતું.
બીજી તરફ ઘેડપંથકના બાલાગામમાં પણ મેઘમહેર જાણે મેઘકહેર બની ત્રાટકી તેવું જોવા મળ્યું હતું.
સર્વત્ર જળમય માહોલ જોવા મળ્યો હતો, અહીંના સ્થાનિકોનું કહેવું હતું કે દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા અહીં સર્જાય છે. આ વિશે વારંવાર સરકાર અને જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાય છે પરંતુ કમનસીબી એ વાતની છે કોઈ ચોક્કસ નિરાકરણ હજુ સુધી લાવવામાં આવ્યું નથી.