મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં પૂજા કરી, જુઓ તસવીરો
શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે વહેલી સવારે અંબાજી ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો સંતો- મહંતોની ઉપસ્થિતિમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલે પ્રારંભ કરાવ્યો.
અંબાજીમાં શરૂ થયેલા 51 શક્તિપીઠના પરિક્રમાં ઉત્સવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.
અંબાજી ખાતે આજથી ત્રણ દિવસ અંબાજીના ગબ્બર ગઢ ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. જેને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મુક્યો છે. એટલું જ નહીં આ શુભ પ્રસંગે સીએમ પટેલ 17 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કર્યું.