Dang Monsoon Festival: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, જુઓ તસવીરો
Dang Monsoon Festival: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મુળુભાઈ બેરાએ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો.આજે ૩૦ જુલાઈથી શરૂ થયેલ ફેસ્ટિવલ ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે.
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અનેક ઉત્સવો માનવવામાં આવે છે. જેમાં મહત્વના ગણાતા મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. આ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જે આગામી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે.
મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત સ્વાગત સર્કલ ખાતેથી લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં અલગ અલગ દેશના સાસ્કૃતિક કાર્યકમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું હતું.
સાથે વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતું. જેને પ્રવાસીઓએ મન ભરીને માણ્યો હતો. તો ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસેને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામા અગ્રેસર હોવાનું જણાવ્યું હતું.
મોન્સૂન ફેસ્ટિવલને માણવા આવેલા પ્રવાસીઓ ડીજેના તળે ખૂબ નાચ્યાં હતા અને મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો. સાથે ઉદ્ઘાટન પ્રસંગે રંગારંગ કાર્યક્રમ જોઈ પ્રભાવિત બન્યા હતાં અને ગુજરાતમાં આટલું સારું સ્થળ હોય ત્યારે બહાર જવાની જરૂર નથી એવું જણાવ્યું હતું.
સાપુતારા ખાતે શરૂ થયેલો મોન્સૂન ફેસ્ટિવલ આગામી ૩૧ ઓગસ્ટ સુધી ચાલનાર છે.જેમાં રોજેરોજ સાંસ્કૃતિ કાર્યક્રમની રમઝટ જોવા મળશે.
જેમા એક મહિના સુધી ગુજરાત તેમજ અલગ અલગ રાજયના પ્રવાસીઓ મોન્સૂન ફેસ્ટિવલની મજા માણશે.