Wilson Hill: ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું ગુજરાતનું આ હિલ સ્ટેશન, નયનરમ્ય નજારો જોઈ તમે મનાલી ભૂલી જશો
Wilson Hill: એક તરફ વરસાદ તો બીજી તરફ રજાનો માહોલ લોકોને ચોક્કસ ફરવાનું મન થાય અને તે માટે વન ડે બજેટ ડેસ્ટિનેશન માટે હવે ધરમપુરનો વિલસન હિલ ખૂબ જ હોટ ફેવરેટ થવા લાગ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરજાનું હોય તો પરિવાર સાથે લોકો બજેટ ડેસ્ટિનેશન પર ફરવા જવાનું વિચારતા હોય છે ત્યારે જ્યાં કુદરતના કહી શકાય કે સો ટકાના આશીર્વાદ છે અને જંગલોથી આચ્છાદિત અને ડુંગરોની ટોચ માળા પર આવેલું વિલ્સન હિલ હવે લોકો માટે હોટ ફેવરેટ થવા માંડ્યું છે.
કારણ જેને લોંગ ડ્રાઈવમાં રસ હોય તેમના માટે ખુબ સરસ રસ્તાઓ છે અને ઊંચા ઘાટ વાળા રસ્તા પર ડ્રાઇવિંગની કંઈક અલગ જ મજા હોય છે.
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો પોઇન્ટ એટલે આ વિલ્સન હિલ છે અને ધરમપુરના રાજા દ્વારા લેડી વિલ્સનના માનમાં આ વિલ્સન હિલને તે સમયે ઠંડી હવા ખાવા માટેનું સ્થળ બનાવ્યું હતું અહીં એક સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યા મોટી સંખ્યામાં લોકો ફોટોગ્રાફીની મઝા માણે છે.
બાઈક રાઈડર્સનું ગ્રુપ હોઈ કે પરિવાર કે સ્ટાફની વન-ડે પિકનિક હોય કે પછી વાદળોની વચ્ચે ઝરમર વરસાદની સાથે જે કપલે પોતાનો કિંમતી સમય એકબીજા સાથે વિતાવવો હોય તો વિલ્સનહિલ બેસ્ટ ડેસ્ટિનેશન છે.
આદિવાસી વિસ્તારોની વચ્ચે આવેલ વિલસન હીલનો વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે. બાઈકરો માટે રાઇડ્સ તો ખાવા માટે હોટલ તો સાથે નાના નાના બાળકો પણ મકાઈ અને ચાની ચુસ્કી પણ લોકો માણી શકે છે.
વિલ્સનહીલની સાથે સાથે રસ્તામાં ઘણા નાના મોટા ધોધ આવે છે ત્યાં પણ આપ સમય વિતાવી શકો છો. આ વિસ્તારના લોકો ખૂબ જ સરળ સ્વભાવના છે અને સદેવ પર્યટકોની મદદ માટે તત્પર રહેતા હોય છે.