ભારે પવનમાં ધરાશાયી થયા અનેક વૃક્ષો, 10 તસવીરોમાં જુઓ બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મચાવેલો કહેર
બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાએ કચ્છ સહિતના જિલ્લાઓમાં ઘણો વિનાશ કર્યો છે. 940 ગામોમાં 20 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિપરજોયની અસર સૌપ્રથમવાર ગુજરાતના જખૌ બંદર પર જોવા મળી હતી. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી થયા હતા.
15 જૂનની સાંજે જખૌ બંદર પર ત્રાટકેલા વાવાઝોડા પછી પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાકની હતી. કેટલીક જગ્યાએ ઝડપ વધુ જોવા મળી હતી.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જે બાદ લગભગ 45 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 300થી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા.
બિપરજોયે ગુજરાતના ગીર સોમનાથ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ જેવા 8 જિલ્લાઓમાં તબાહી મચાવી છે.
ચક્રવાતી તોફાનમાં લેન્ડફોલ થયા બાદ ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે.
આ વાવાઝોડા પછી ઘણા પ્રાણીઓના પણ મોત થયા છે, ગુજરાતમાં કામ કરતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 23 પ્રાણીઓના મોત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગુજરાતના ગીર સોમનાથમાં દરિયાના મોજા સાથે અથડાતા એક મકાન ધરાશાયી થયું છે, જ્યારે અનેક મકાનોને ભારે નુકસાન થયું છે.
આ તોફાનથી ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે, જેના કારણે 18 જૂન સુધી 99 ટ્રેનો રદ કરવામાં આવી છે.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બિપરજોય ચક્રવાતથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી.