તૌક્તેએ મચાવેલી તબાહીનો ચિતાર મેળવવા બુલેટ પાછળ બેસીને પહોંચ્યા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, જુઓ તસવીરો
તૌક્તે વાવાઝોડાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ અસર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી સતત બીજા દિવસે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સાથે રહી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
રાજુલા અને જાફરાબાદ સ્થાનિકો સાથે વિપક્ષના નેતાએ ચર્ચા કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લામાં હજુ પણ અનેક ગામો સંપર્કવિહોણાં છે. મોટી સંખ્યામાં લોકો લાપતા છે.
વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ લોકોના મોત થયાં છે અને આ મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ થયા છે.
પરેશ ધાનાણી અને અંબરીશ ડેરે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
અમરેલીના 6 શહેરોમાં હજુ અંધારપટ છે.અમરેલી, જાફરાબાદ, રાજુલા પંથકના ગામોમાં હજુ પાવર સપ્લાયનો કોઈ અતો પતો નથી. હજુ આ વિસ્તારોમાં પાવર સપ્લાય માટે સર્વે ચાલી રહ્યો છે.