Cyclone Tauktae: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હવાઈ નિરીક્ષણની જુઓ તસવીરો
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા. બાદમાં ભાવનગરથી અમદાવાદ આવવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.
મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.