Kutch Rin: ભારે વરસાદને પગલે માંડવી નગરપાલીકાનું બિલ્ડિંગ પાણીમાં ગરકાવ
કચ્છ: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી લોકોના જનજીવન પર અસર પડી છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના માંડવીમાં ભારે વરસાદને પગલે માંડવી નગર પાલીકાનું બિલ્ડિંગ પાણીમાં ગરકાવ થયું છે.
નગર પાલિકાના પાર્કિંગ અને મુખ્ય રોડ પર પાણી ભરાતા નગર પાલિકા સામે આખી બજારની તમામ દુકાનોમાં પાણી ફરી વળ્યા છે.
વરસાદી પાણી ભરાતા લોકોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ નગર પાલિકા પરિસરમાં ત્રણ ફૂટથી ચાર ફૂટ પાણી ભરાયાં છે.
કચ્છ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
અબડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ જિલ્લામાં અસના વાવાઝોડાનો ખતરો પણ જોવા મળી રહ્યો છે.