Aravalli: વરસાદના કારણે બાયડના ડાભા નજીક પાણીમાં મગર જોવા મળતાં લોકોમાં ફફડાટ, જોવા ટોળે વળ્યા
અરવલ્લી જિલ્લામાં પાણીમાં મગર જોવા મળ્યો હતો. બાયડના ડાભા નજીક પાણીમાં મગર જોવા મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાભા નજીક આવેલ પુલ ઉપર એક મગર જોવા મળ્યો હતો. જેને લઈ આજુબાજુ રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
વધુ વરસાદના કારણે વાત્રક નદી બે કાંઠે જોવા મળી છે ત્યારે વધારે પાણી હોવાના કારણે મગર પોતાને બચાવવા કાંઠા વિસ્તારોમાં આવી ચડતા હોય છે.
પુલ પર મગર આવ્યો હોવાની વાત વહેતી થતાં જ લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાં અત્યારે મેઘરાજાની ચારેય બાજુ ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે.