પોરબંદરમાં પૂરનું તાંડવ: શહેર જળબંબાકાર, લોકો અગાસી પર દિવસો કાઢવા મજબૂર
Porbandar floods news: ભાદર નદીના પાણી લગભગ 500 જેટલા મકાનોમાં ઘૂસી ગયા છે. રહેવાસીઓએ જણાવ્યું કે તેમની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ દિવસથી અનેક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કુંભારવાડા વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં ઘરોમાં કેડસમા પાણી ભરાયેલા છે.
ત્રણ દિવસથી લોકો ઘરની અગાસી પર આશરો લેવા મજબૂર બન્યા છે. ઘરોમાં અનાજ સહિતનો સામાન પાણીમાં ડૂબી ગયો છે.
આ પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં આવી રહ્યા છે.
લાંબા સમયથી અહીં રહેતા લોકોનું કહેવું છે કે વર્ષ 1983 પછી આ વર્ષે આટલું વધારે પાણી જોવા મળ્યું છે.
પૂરની ગંભીરતા એટલી છે કે ખાડી વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પણ પૂરના પાણીમાં જળમગ્ન થયું છે, જ્યાં મંદિરની છત સુધી પાણી પહોંચ્યા છે.
માળખાકીય સુવિધાઓ પણ પ્રભાવિત થઈ છે. કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડને જોડતો રસ્તો બંધ છે, કારણ કે રસ્તા પર કેડસમા પાણી ભરાયેલા છે.
આના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી વધી છે.