48 વર્ષ બાદ ઓગષ્ટમાં વાવાઝોડું આવશે, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Gujarat Rain Alert: પટેલે જણાવ્યું કે, આ એક અનોખી ઘટના બની શકે છે. વાવાઝોડાની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ જોવા મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે વધુમાં ઉમેર્યું કે વાવાઝોડાનો વ્યાપ લગભગ 500 કિલોમીટર સુધી હોઈ શકે છે.
કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
પટેલના મતે, આ વાવાઝોડું કચ્છના રણમાં એક ડિપ્રેશન તરીકે શરૂ થશે, જે પછીથી સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે.
અરબી સમુદ્રમાં આ સાયક્લોનના પ્રવેશથી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. અંદાજ મુજબ, આ વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને આ સંભવિત પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ સતર્ક રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.