Gujarat Election 2022: વેરાવળમાં પીએમ મોદીએ શું કહ્યું, વાંચો સંબોધનના મુખ્ય અંશો
પીએમ મોદીએ કહ્યું, ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ કહ્યું, આજે ગુજરાતનો દરિયાકાંઠો ધમધમી રહ્યો છે. ગુજરાતના બંદરો હિંદુસ્તાનની સમૃદ્ધિનો દ્વાર બન્યા છે.
પીએમ મોદીએ કહ્યું, કચ્છનું રણ આપણને મુસીબત લાગતું હતું આ કચ્છના રણને આપણે બદલી નાંખ્યું અને રણને તો 'ગુજરાતનું તોરણ' બનાવી દીધું.
પીએમ મોદીએ કહ્યું, આ મારી માતાઓ-બહેનો ત્રણથી પાંચ કિલોમીટર સુધી પાણીના બેડાં લઈને ભરવા જતી હતી. એમના માથાના બેડાં ઉતારવાનું કામ આ દીકરાએ માથે લીધું.
પીએમ મોદીએ કહ્યું, મારો આપ સૌને આગ્રહ છે કે આ વખતે બધાં જ પોલિંગ બૂથ જીતવા છે. વધુમાં વધુ મતદાન અને વધુમાં વધુ પોલિંગ બૂથ જીતવાના સંકલ્પ સાથે આ ચૂંટણીમાં લોકશાહીના ઉત્સવને આપણે ઉજવવો છે.
પીએમ મોદીએ કહ્યું, આ મારી ઈચ્છા છે કે આ વખતે નરેન્દ્રના જેટલા રેકોર્ડ છે એ ભૂપેન્દ્ર તોડે અને ભૂપેન્દ્ર રેકોર્ડ તોડે એના માટે નરેન્દ્ર કામ કરે.
પીએમ મોદીએ વેરાવળમાં જનસભાને સંબોધન કરતાં પહેલા સોમનાથ મહાદેવની પૂજા કરી હતી.
વેરાવળમાં પીએમ મોદીની જનસભામાં નાના ભૂલકા પણ હાથમાં ભાજપનો ધ્વજ લઈને જોવા મળ્યા હતા.
તમામ તસવીર સૌજન્યઃ @BJP4Gujarat