ગુજરાત ભાજપમાં આ મહિલા નેતાના MBBSમાં નાપાસ પુત્રને પાસ કરાવવા કરાયું કૌભાંડ, જાણો કોણ છે આ નેતા ?
પાટણઃ પાટણની આચાર્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડમા જેમને પાસ કરાયા એ ત્રણ વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થી ભાજપનાં મહિલા નેતાનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. બહાર આવેલી વિગતો પ્રમાણે જેમને નાપાસ હોવા છતાં પાસ કરાયા છે છે તે 3 વિદ્યાર્થી પૈકી 392 નંબરનો વિદ્યાર્થી ભાજપનાં મહિલા અગ્રણીનો પુત્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App392 નંબરના વિદ્યાર્થી નું નામ પાર્થ કુમાર અશોકભાઈ મહેશ્વરી છે અને પાર્થ મહેશ્વરી પાલનપુર ભાજપના અગ્રણીનો પુત્ર છે. પાર્થના માતા હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી પાલનપુર પાલિકાનાં પ્રમુખ હતા અને હાલ ભાજપ ના શાસક પક્ષના નેતા છે.
દરમિયાનમાં આ કૌભાંડની તપાસ કરનારા તપાસ અધિકારી હરેશ ચૌધરીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા મને તપાસ સોપવામાં હતી અને મેં ઈમાનદારીપૂર્વક તપાસ કરી છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને પાસ કરવા માટે પુરવાહીમાં છબરડો કરાયો છે અને તેનો અમે રીપોર્ટ સોપ્યો છે. આ રીપોર્ટ સીલ બંધ કરીને આપ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
દરમિયાનમાં પાટણ યુનિવર્સિટીમાં ત્રણ નપાસ વિદ્યાર્થીઓ પાસ કરવા મુદ્દે આજે તપાસ કમિટી સાથે યુનિવર્સિટી કારોબારીની બેઠક સ્થગિત રખાઈ હતી. કારોબારી મિટિંગ સ્થગિત રાખવા સભ્યોને રજીસ્ટ્રારે મેસેજ કર્યા હતા. કારોબારી સ્થગિતત રખાતાં કુલપતિ શંકાના દાયરામાં આવી ગયા છે. કુલપતિએ ગઈકાલે જ નિવેદન આપ્યુ હતુ કે આજે નિર્ણય કરવામાં આવશે પણ હવે આજે કારોબારી રદ થતા કુલપતિ શંકાના દાયરામાં આવી ગયા છે. કુલપતિએ આ મુદ્દે ગોળ ગોળ જવાબ આપીને કારોબારી સ્થગીત કરાવી છે.