કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહને કેવી અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ? જાણો વિગત
માધવસિંહ સોલંકીના સન્માન માં રાજ્ય સરકારે એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કોંગ્રેસે માધવસિંહ સોલંકીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાત કોંગ્રેસે તેમના ટ્વિટર બાયો પિકમાંથી પક્ષનું ચિહ્ન હટાવીને માધવસિંહ સોલંકીનો ફોટો રાખ્યો હતો. જેમાં ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, દેશના પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આદરણીય માધવસિંહ સોલંકીના નિધનની ખબર દુખદ છે. તેમણે સ્વભાવ અને કાર્યોથી લોકોના દિલમાં એક અલગ ઓળખ બનાવી હતી. ઈશ્વર તેમના પવિત્ર આત્માને શાંતિ આપે.
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું હતું. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે.
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા માધવસિંહ સોલંકીના નશ્વરદેહના અંતિમ દર્શન કરી શકે તે માટે રવિવારે બપોરે પાર્થિવદેહ કોંગ્રેસ ભવન લઈ જવાશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીત સાતવે પણ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -