ગુજરાતમાં ભાજપના આ નેતાની બે પત્નિ વચ્ચે જંગ ? નેતાએ કોના ઘરમાં જઈ કરી તોડફોડ ? પત્નિને બે સંતાન છતાં મેરેજ સર્ટિફિકેટ નથી ?

કેશુભાઈ સીડાએ જણાવ્યું હતુ કે આ અમારો પરીવારીક મામલો છે. તેમના પ્રથમ પત્નિ શાંતિબેનને કોગ્રેસે ઉશ્કેર્યા છે તેથી તેમણે કોગ્રેસમાંથી ઉમેદવારી નોધાવી છે. ઘરમાં તોડફોડ કરવાના આક્ષોપ અંગે કેશુભાઈએ પોરબંદર કોગ્રસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સામે આક્ષોપ કર્યા હતા અને તેમનાં લુખ્ખા તત્વાો એ તોડફોડ કરી હોવાના આક્ષેપ કર્યા છે. કોગ્રેસમાંથી ઉમેદવારી નોધાવનાર શાંતિબેન પાસે લગ્નનુ કોઈ સર્ટિફિકેટ નથી પરંતુ તેમના બે બાળકોના નામમાં પિતા કેશુભાઈનું નામ આપવામાં આવ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ પૈકી પ્રથમ પત્નિ કોગ્રેસમાંથી જ્યારે બીજી પત્નિ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કોગ્રેસમાંથી ઉમેદવારી નોધાવનાર પત્નિના ઘરે તેમના પતિએ તોડફોડ કરતાં આ જંગે વરવુ સ્વરૂપ ધારણ કર્યું છે. પોરબંદર-છાયા નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર ભાજપ આગેવાન કેશુભાઈ સીડાનાં પ્રથમ પત્નિ શાંતિબેને કોગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. બીજા પત્નિ ઉષાબેન જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ રહી ચૂકયાં છે. ઉષાબેન ભાજપની ટિકિટ પર વોર્ડ નંબર 3માંથી ચુ લડી રહ્યાં છે.

શાંતિબેને સીડાએ આક્ષેપ કર્યા છે કે ગઈકાલે તેમના પતિ કેશુભાઈ સીડા તેમના ઘર આવ્યા હતા અને તોડફોડ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફોન ઉપર પણ ચુંટણી ને લઈ ધમકી આપી હતી આ મુદે પોલીસ ફરીયાદ નોધવા તજવીજ હાથ ધરી છે. શાંતિબેન ને એક દિકરી અને એક દિકરો છે.
પોરબંદર: પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના એક નેતાની બે પત્નિઓ સામસામે ચૂંટણી લડી રહી હોવાથી જોરદાર જંગ જામ્યો છે. પોરબંદર જીલ્લા પંચાયતની કારોબારીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી કેશુભાઈ સીડાને બે પત્નિ છે અને બંને પત્નિ નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -