ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ બેઠકો કેમ બની ચર્ચાનો વિષય?
Surat: પિતા સરપંચ બનતાં કૂકર લઈને બુલેટ પર વિજય સરઘશ કાઢનારી યુવતી બની આકર્ષણનું કેન્દ્ર, જાણો ક્યા ગામની છે યુવતી ? સુરતઃ ગઈ કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. આ સમયે સુરતમાં ચોર્યાસીની રાજગરીના સરપંચનું વિજય સરઘસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ચૌર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ વિજેતા થતા તેમના સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર સાથે જ વિજય સરઘસ કાઢ્યું હતું. તેમજ વિજય સરઘસમાં સરપંચના પુત્રી અંકિતા બુલેટ પર જોવા મળ્યા હતા. તેઓ ગામની મહિલા સાથે કૂકર સાથે નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.
અરવલ્લી જિલ્લામાં ૨૧ વર્ષનો યુવાન સરપંચ બન્યો છે. મેઘરજની છીટાદરા પંચાયતમાં સૌથી યુવાન વયનો સરપંચ બન્યો છે. નર્સિંગનો અભ્યાસ કરતો યુવક જીગર ખરાડી સરપંચ બન્યો છે. ગ્રામ લોકોએ ૨૧ વર્ષના સરપંચની જીતને વધાવી લીધો હતો. જીગર ખરાડીએ પોતાના આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો.
મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચપદના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્યના પત્નિએ ઝંપલાવેલું પણ તેમની કારમી હાર થતાં ભાજપ શરમજનક સ્થિતીમાં મૂકાયો છે. મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપં બનવા માટે ભાજપના હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્ની જશુબેન સાબરીયા મેદાનમાં ઉતર્યાં હતાં. જો કે ભાજપ ધારાસભ્યના પત્ની જશુબેન સરપંચની ચૂંટણી હારી ગયાં છે. જશુબેન સામે જયંતીભાઈ મધુભાઈ ઝીંઝુવાડિયાનો વિજય થયો છે અને જ્યંતીભાઈ સરપંચપદે ચૂંટાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના સભ્ય પદે ગોમતીબેન નથુભાઈ ચાવડા જેઓ ની ઉંમર 95 વર્ષની હોવા છતાં પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ગોમતીબેન મત ગણતરીના દિવસે પીપળા ગામના સરપંચ પદ ઉપર વિજેતા થયા હતા. ગોમતીબેનને 50 મતે વિજેતા ડિકલેર કરવામાં આવ્યા હતા. આ ઉંમરે ગોમતીબેન ઉમેદવારી નોંધાવીને વિજેતા બનતા લોકો ગોમતીબેનને મળવા ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. 105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.