Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિ રાજસ્થાન તરફથી આવી રહેલી મોન્સુન ટ્રફને કારણે સર્જાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યની રાજધાની ગાંધીનગર અને મુખ્ય શહેર અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સારા ચોમાસાનો સંકેત આપે છે.
હવામાન વિભાગના અધિકારીઓએ નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.
નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધતાં વડોદરા જિલ્લા પ્રશાસને હાઈ અલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા કલેકટરે ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
પ્રશાસને ઢાઢર નદીના કિનારે આવેલા 36 અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોના લોકોને વિશેષ તાકીદ કરી છે.
આ ગામોમાં ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા તેમજ કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ અને વીરજઇનો સમાવેશ થાય છે.