Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ, હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ રહેશે. હાલ ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.
આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 94.5 ટકા વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.