Gujarat New Cabinet: 'દાદા'ના મંત્રીમંડળમાં કોને કોને મળ્યું સ્શાન ? જુઓ 5 તસવીર
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા હતા.કુલ 24 મંત્રીએ શપથ લીધા હતા. જેમાંથી 10 કેબિનેટ મંત્રીઓ શપથ લીધા હતા. રાજેન્દ્ર શુકલ (વડોદરા), જીતુભાઈ વાઘાણી (ભાવનગર), ઋષિકેશ પટેલ (વિસનગર), પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)એ સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાદ કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ), કિરિટસિંહ રાણા (લીંબડી), નરેશ પટેલ (ગણદેવી-નવસારી), પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ), અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ)એ કેબિનેટ મંત્રીના શપથ ગ્રહણ કર્યા હતા.
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે હર્ષ સંઘવી (મજૂરા), જગદીશ પંચાલ (નિકોલ), બ્રિજેશ મેરજા (મોરબી), જતુ ચૌધરી (કપરાડા) અને મનીષા વકીલ (વડોદરા)એ શપથ લીધા હતી.
રાજ્યકક્ષાના મંત્રી તરીકે 9 ધારાસભ્યએ શપથ લીધા હતા. મુકેશ પટેલ (ઓલપાડ), નિમિષાબેન સુથાર (મોરવા હડફ), અરવિંદ રૈયાણી (રાજકોટ), કુબેરસિંહ ડિંડોર (સંતરામપુર), કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ)એ શપથ લીધા હતા.
ગજેન્દ્રસિંહ પરમાર(પ્રાંતિજ), આર. સી. મકવાણા (મહુવા), વીનુ મોરડિયા (કતારગામ) તથા દેવા માલમ (કેશોદ)એ પણ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર)