ગુરુપૂર્ણિમાને લઈ રાજ્યના યાત્રાધામોમાં ઉમટ્યા ભક્તો, જુઓ ક્યાં કેવો જોવા મળ્યો માહોલ?
અંબાજીઃ આજે ગુરુ પૂર્ણિમા હોવાથી લોકો પોતાના ગુરુદ્વારે દર્શન માટે જાય છે. તેમજ યાત્રાધામોમાં પણ આ દિવસે લોકો દર્શન માટે જતા હોય છે, ત્યારે ગુરુપૂર્ણિમાને લઈ અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મા અંબાને ગુરુ માની શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. કોરોનાની ગાઈડલાઈન અનુસાર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાત્રાધામ શામળાજી ખાતે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભક્તો ઉમટ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા. ગુરૂ પૂર્ણિમાએ ભગવાન અને ગુરૂના દર્શનનું અનેરૂ મહત્વ છે. શામળીયાને લાલ કલરના વસ્ત્રો અને સોનાંના અલંકારોથી સાંજ કરાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ સોસીયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર, વડતાલ સ્વામીનારાયણ અને નડીયાદ સંતરામ મંદિરે ભાવિકો ઉમટ્યા હતા. ગૂરૂ પુનમના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા. (તસવીરઃ વડતાલ સ્વામીનારાયણ મંદિર)
મંદિર પરિસદમાં ગાઈડલાઈન પ્રમાણે દર્શન થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકો દ્વારા બજારોમાં કોવિડ ગાઈડલાઈનના પાલનમાં બેદરકારી જોવા મળી. (તસવીરઃ ડાકોર )
બજારોમાં સોશિઅલ ડિસ્ટન્સની સદંતર અવગણના જોવા મળી હતી. નિયમ પાલનમાં બેદરકાર ભાવિકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. નિયમ પાલનમાં બેદરકારી ભારે પડી શકે છે. ભાવિકો સંક્રમિત થઈ શકે છે. (તસવીરઃ સંતરામ મંદિર)