Rain Photo: વિજાપુરમાં રસ્તાઓ બન્યા નદી, જુઓ રાજ્યમાં થયેલા જળબંબાકારની તસવીરો
Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હાલમાં રાજ્યમાં બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 50% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના વિજાપુર શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ શરુ થયો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.
વિજાપુર મુખ્ય બજાર ગાંધીચોક ટીબી રોડ, APMC રોડ, શાક માર્કેટ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોને અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમા બીજા રાઉન્ટમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટછવાયો સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. હવામાન
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.
છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે.
રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત કોઝ વે પરથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે.