Gujarat Rain Photo: તસવીરોમાં જુઓ ગુજરાતમાં પડેલા વરસાદના દ્રશ્યો, અનેક વૃક્ષો ધરાશાયી, શેરીઓમાં ભરાયા પાણી
Gujarat Rain Photo: રવિવારે 4થી જૂને સવારથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ નુકશાન થવાનુ પણ સામે આવ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
ભારે વરસાદને કારણે અનેક શહેરોમાંં રસ્તાઓ નદી બન્યા હતા.
બજારમાં પાણી ભરતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ (5-15 મીમી/કલાક) સાથે હળવા વાવાઝોડાની આગાહી છે. છોટાઉદેપુરે અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
Gujarat Rain: મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંબેલા ધાર વરસેલ વરસાદના કારણે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ક્યાંક ઝાડ પડ્યા તો ક્યાંક હોર્ડિંગ ધરાશાયી થયા હતા. મહીસાગર જિલ્લામાં વરસેલ વરસાદે તારાજી સર્જી છે.
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજ્યમાં આજે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
મહીસાગર જિલ્લામાં વૃક્ષ પર વીજળી પડી હતી.