ગુજરાત ભાજપની બે મહિલાને રાષ્ટ્રીય સ્તરે મળ્યો મોટો હોદ્દો, એક વર્તમાન અને એક ભૂતપૂર્વ ધારાસભ્યને પણ સ્થાન
નવી દિલ્લીઃ ભાજપે અનુસુચિત જાતિ મોર્ચા કારોબારીની જાહેરાત કરી છે. શીડ્યુલ્ડ કાસ્ટ માર્ચા નેશનલ એક્ઝીક્યુટિવ મેમ્બર્સમાં ગુજરાતનાં એક મહિલા દલિત નેતા તથા એક ભૂતપૂર્વ ધારાસભ્યને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત વિશેષ આમંત્રિતોમાં પણ એક ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય તથા એક મહિલા કોર્પોરેટરને સ્થાન મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ દ્વારા કરાયેલી અનુસુચિત જાતિ મોર્ચા રાષ્ટ્રિય કાર્યકારિણી સભ્યોમાં ગુજરાતના બે સભ્યોને નિમણુંક અપાઈ છે. આ યાદીમાં પહેલું નામ અમદાવાદનાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર દર્શના વાઘેલાનું છે.
આ ઉપરાંત પૂનમભાઈ મકવાણાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પૂનમભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા મતવિસ્તારનો ધારાસભ્ય છે.
આ ઉપરાંત વિશેષ નિમંત્રિતોમાં ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ મંત્રી પરમાર ગયા વરસે પેટાચૂંટણીમાં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
વિશેષ નિમંત્રિતોમાં ભાનુબેન બાબરિયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાનુબેન હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વોર્ડ નંબર 1નાં કોર્પોરેટર છે અને રાજકોટ ગ્રામીણ વિસ્તારનાં ધારાસભ્ય રહી ચૂક્યાં છે.