Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુરુપૂર્ણિમા વિશેષ: આ છે ગુજરાતના જાણીતા ગુરુઓ અત્યાર સુધીમાં લાખો લોકોનો કરી ચૂક્યા છે ઉદ્ધાર
ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023 ના રોજ છે. દર વર્ષે ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા દર્શાવવા માટે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના ચલાલામાં એક એવી પવિત્ર જગ્યા આવેલી છે જેને દાના મહારાજના આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. દાના મહારાજના આશ્રમમાં હાલમાં પણ મહંત વલકુ બાપુ આશ્રમની ગાદી પર બિરાજમાન છે.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણથી ૫ કિ.મી. દૂર વાવડી ગામ પાસે પરબધામ આવેલું છે. આશરે સવાસો વીઘામાં પથરાયેલ પરબધામ સમયાંતરે માનવ સેવાની પ્રવૃત્તિ વિસ્તારી રહ્યુ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ ગધેથડ ગામ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. વેણુ ડેમના કાંઠે વસેલુ ગધેથડ ગામ સામાન્ય રીતે કોઈ મહત્વના કાર્ય માટે નહીં પરંતુ અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનાર સંત એવા પૂજય લાલબાપુને લઈને છેલ્લા બે દાયકાથી ખૂબ જ પ્રખ્યાત થયુ છે.
પ.પૂ.સંત શ્રી વિસામણબાપુની જગ્યા એ ભાવનગર જીલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામોમાંનું એક છે. પ.પૂ.વિસામણબાપુનાં અને ઠાકરનાં દિવ્ય આશીષ મેળવવા માટે લાખો ભક્તો પાળિયાદમાં ઉમટે છે.
ગુજરાતના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.
સંત મસ્તરામ ભાવનગરના સંત હતા. તેમની સમાધિ ચિત્રા (તા. ભાવનગર)માં તથા ઝાંઝમેર (તા. તળાજા) ખાતે આવેલી છે.
રાજ્યના રાજકોટ શહેરથી લગભગ બાવન કિ.મી. દૂર આવેલું વીરપુર આમ તો નાનકડુ ગામ છે, પરંતુ તે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં સુપ્રસિદ્ધ જલારામ મંદિર આવેલું છે. દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અહીં જલારામ બાપાનાં દર્શનાર્થે આવે છે
સત નો આધાર એટકે સતાધાર! જ્યાં સદાય સનાતન ધર્મની ધજા ફરકતી રહે છે જેવા આપા ગીગાનું આ પરમ ધામ છે. સૌરાષ્ટ્રનું આ અતિ પવિત્ર ધામ લાખો ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે
તમામ તસવીરો સૌજન્ય- ગૂગલ