Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
heavy rain: ગીર સોમનાથના સોનારીયા ગામમાં આભ ફાટ્યુ, ગામની વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના સોનારીયા ગામમાં આભ ફાટતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ગામમાં ઘૂસ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગામ વચ્ચેની જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સોનારીયાની આસપાસના ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.
હિરણ-2 ડેમના પાણી સોનારીયાની આસપાસના ગામમાં ઘૂસ્યા હતા. સોનારીયા સહિતના ગામના ખેતરોમાં કેડ સમા પાણી ભરાયા હતા. હાઇવેના કારણે ગામના પાણીનો નિકાલ ન થતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો.
ગીર સોમનાથ, અમરેલી, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઇ હતી. નવસારી, વલસાડમાં NDRFની એક એક ટીમ તૈનાત કરાઇ હતી.
ધારાસભ્ય ભગાભાઈ બારડ ટ્રેક્ટર પર બેસી પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. ગીર સોમનાથના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. ઈશ્વરીયાના નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાયા પાણી ભરાયા હતા.
ગીર સોમનાથના તાલાલા ગુંદરણ નાકા ખેતરોમાં પણી ઘૂસ્યા હતા. ખેતરો બેટમાં ફેરવાયા હતા.
જૂનાગઢના માળીયા તાલુકાનાં અવાણીયા ગામમાં આભ ફાટ્યું હતું. છેલ્લા ૩ કલાક માં ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે એનડીઆરએફ એલર્ટ પર છે. NDRFની છ ટીમો તૈનાત કરાઇ હતી. NDRFની એક ટીમને કચ્છમાં તૈનાત કરાઇ હતી.