Junagadh: જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં સાંબેલાધાર વરસાદ, ચોરવાડમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, બજારમાં પાણી ભરાયા
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ગીર સોમનાથ, વેરાવળ, માંગરોળ અને માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાળીયા હાટીના તાલુકામાં વરસાદને પગલે અનેક ગામડાઓમાં પાણી ભરાયા હતા. ચોરવાડ શહેરની બજારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને લીધે ચોરવાડ શહેરના બજારોમાં પાણી ફરી વળ્યા હતા.
ચોરવાડ શહેરની બજારો જળબંબાકાર થતા જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું હતું. માળીયા હાટીના તાલુકામાં પણ છેલ્લા બે કલાકમાં ચાર ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
માંગરોળ તાલુકામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ - કેશોદ રોડ પર પાણી ભરાતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા.
ચોરવાડમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
માળીયા હાટીના, માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો હતો. માળીયા હાટીના પાસે આવેલા પુલ પર પાણી ભરાયા હતા. માળીયા હાટીના ગળોદર નવા ગળોદર ગામે શિવ મંદિર ઉપર વિજળી પડી હતી.
માંગરોળ નજીક આવેલ નોળી નદી તેમજ માળીયા હાટીના મેઘલ અને વ્રજમી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ.