Gir Somnath: ગર્ભવતી મહિલાને હોસ્પિટલે પહોંચાડવા ચટ્ટાનની જેમ નદીના ધસમસતા પ્રવાહમાં ઉભા રહી ગયા યુવાનો,જુઓ તસવીરો
ગીર સોમનાથ: છેલ્લા બે દિવસથી જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગામમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને કોઈ હેલ્થ ઈમરજન્સીના કેસમાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. આવી જ ઘટના સામે આવી છે ઉનામાં.
ઉના ખત્રી વાડા ગામે એક ગર્ભવતી મહિલાને ગામ લોકો અને હેલ્થ કર્મીઓના પ્રયાસોથી મહામહેનતે સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તેજલ બેન પ્રતાપભાઈ રાઠોડ નામની મહિલા ગર્ભવતી હતી. જે બાદ આજે તેમને અચાનક લેબર પેઈન ઉપડ્યું હતું.
જો કે આ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડવાને કારણે ગામના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. જેને કારણે 108 ગામમાં પ્રવેશી શકે તેમ નહોતી.
ખત્રીવાડા ગામને ચારે બાજુ નદીના પુરે ઘેરી લીધું હતું.
ખત્રીવાડા ગામને ચારે બાજુ રુપેણ નદીનું પાણી હોવાના કારણે તથા નદી ઉપર કોઈ પણ જાતનો પુલ ન હોવાને કારણે તેજલબેન રાઠોડને હોસ્પિટલે ખસેડવામાં મુશ્કેલી પડી રહી હતી.
જો કે, આવા ઈમરજન્સીના સમયે ગામના યુવાનો તથા સરપંચ તથા સનખડા ગામના યુવાનો, ઉનાના પીઆઈ તથા પોલીસ સ્ટાફ મળીને ચાર પાઈની મદદથી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.