Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી વિશે
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગુરુવારે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
સુરત, નવસારી, દમણ, ડાંગમાં પણ ભારે પવન સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
શનિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે.