Gujarat Rain Photo: ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ, રસ્તાઓ બન્યા નદી, તસવીરોમાં જુઓ જળબંબાકારની સ્થિતિ
Gujarat Rain Photo: બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢમાં પોણા ત્રણ ઈંચ, ધાનેરા, દાંતા અને દાંતીવાડામાં અઢી-અઢી ઈંચ ખાબક્યો છે.
વાવ, થરાદ, દિયોદર અને વડગામમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે પાલનપુર-આબુ હાઈવે બંધ કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવાં નીર આવ્યાં છે. આબુરોડ સુધી બનાસ નદીનાં નીર પહોંચ્યાં છે.
પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ભરાતાં વાહનચાલકો અટવાયા છે. એટલું જ નહીં થરાદની સોમનાથ સોસાયટીમાં ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે. જ્યારે જિલ્લાના અનેક નાના માર્ગો નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.
બિપરજોય વાવાઝોડાના કાંઠા વિસ્તારના લેન્ડફોલ બાદ ગુજરાતમાં તબાહીના દ્રશ્યો શરૂ થઇ ગયા છે. કાંઠા વિસ્તારમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડા અને વરસાદે ઉત્તર ગુજરાતમાં કેર વર્તાવવાનો શરૂ કર્યો છે.
ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા અને આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નિચાણ વાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જ્યારે પાલનપુર હાઈવે પર ગઠામણ પાટિયા પાસે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે.
બિપરજોયની અસરના કારણે સાંતલપુર, રાધનપુર તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ચારણકાના સોલાર પ્લાન્ટમાં પાણી ભરાયા છે.,ઢીંચણસમા પાણી ભરાતા સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું છે.
બિકાનેર રાજસ્થાનનો એક પરિવાર મલાણા ડીપની અંદર ફસાઈ જતા પાલનપુર તાલુકા પોલીસ દ્વારા મદદ કરવામાં આવી હતી.