Nadabet PHOTO: ભારે પવન અને વરસાદ વચ્ચે શરીરે દોરડા બાંધી ઈન્ડો-પાક બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા સેનાના જવાનો
Nadabet PHOTO: બિપરજોય વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન નડાબેટની કેટલીક તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડો-પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે ઝીરો પોઈન્ટ બોર્ડર ઉપર ભારે પવન વચ્ચે બીએસએફ દ્વારા રસી બાંધી પેટ્રોલિંગ કરી દેશની રક્ષા કરતા જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનની અને અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે પણ દેશના જવાનો ખડે પગે છે.
ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર 0. પોઇન્ટ ખાતે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી.
રણ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો બીજી તરફ દેશના જવાનો દેશ માટે ખડે પગે રહી દેશની રક્ષા કરી રહ્યા છે.
ઈંડો-પાકિસ્તાનની બોર્ડર ઉપર ભારે પવન અને અતિ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડા બાદ એક તરફ તાંડવના દ્રશ્યો તો બીજી તરફ ભારે પવન વચ્ચે દેશના જવાનો રસી બાંધી પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા.
ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા 0 પોઇન્ટ ઉપર ભારે પવન અને ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે ભારે પવનના સુસ્વાટા વચ્ચે પણ દેશના જવાનો અડીખમ રીતે દેશની સેવા કરી રહ્યા છે.